કરમસદ ખાતે જિલ્લા વહીવટી તંત્ર અને મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય દીકરી દિવસ અને બેટી બચાવો,બેટી પઢાઓ સેલના દશાબ્ધિ પર્વની ઉજવણી કરાઈ.
આણંદ, શુક્રવાર: Woman Power Celebration.
જિલ્લા વહીવટી તંત્ર અને મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્રીય દીકરી દિવસ અને બેટી બચાવો,બેટી પઢાઓ સેલના દશાબ્ધિ પર્વની ઉજવણી સરદાર પટેલ મેમોરિયલ હોલ ખાતે, કરમસદ ખાતે કરાઈ હતી.

આ પ્રસંગે નાયબ મુખ્ય દંડકશ્રી રમણભાઈ સોલંકીએ જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય દીકરી દિવસ એટલે કે બાલિકા દિવસ છે.
આ ઉપરાંત આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ દીકરીઓ સમાજમાં મહત્વપૂર્ણ સ્થાન હાંસલ કરે અને જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળે તે માટેની જાગૃતિ કેળવવાનો માટેનો છે, તેમ તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રખ્યાત કૉલમિસ્ટ અને મોટીવેશનલ સ્પીકરશ્રી જય વસાવડા, યુવા વકતા રાધા મહેતા અને કથાકાર દિપાલી દીદીએ વક્તવ્ય આપીને શક્તિ સંવાદ કર્યો હતો.

આ કાર્યક્રમમાં મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીશ્રી નીલેશ્વરીબા ગોહિલે સ્વાગત પ્રવચન કરીને કાર્યક્રમની રુપરેખા આપી હતી.




Leave a Reply