આણંદ, ગુરૂવાર : આણંદ જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જિલ્લામાં ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અન્વયે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આજે ઈસ્માઈલનગર ઓવરબ્રિજ પાસેથી સામરખા ચોકડી સુધીના ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
Anand District Administration:
Watch full video
જિલ્લા કલેકટરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આજ સવારથી ગેરકાયદેસર દબાણો દૂર કરવા ઝુંબેશ સ્વરૂપે કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ દબાણ હટાવ ઝુંબેશમાં ૦૭ જેટલા ટ્રેક્ટર, ૦૭ જેસીબી મશીન ૦૨ હાઇડ્રોલિક ક્રેન અને માર્ગ અને મકાન વિભાગના લેબર અને આણંદ મહાનગરપાલિકા ના લેબરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.



આણંદ જિલ્લામાં સરકારી જમીન ઉપર કરવામાં આવેલ દબાણો લોકોએ સ્વેચ્છાએ દૂર કરે તે જરૂરી છે, અન્યથા નિયમ અનુસાર ની પ્રક્રિયા હાથ ધરાયા બાદ જિલ્લા પ્રશાસન દ્વારા સરકારી પડતર જમીન ઉપરના કાચા પાકા દબાણો દૂર કરવામાં આવશે.


ઈસ્માઈલનગર બ્રિજ ખાતેથી સામરખા ચોકડી સુધીના કાચા પાકા દબાણો લારી ગલ્લા કમ્પાઉન્ડ વોલ ના દબાણ હટાવવાની ઝુંબેશમાં આણંદ પ્રાંત અધિકારી શ્રી મયુર પરમાર, સીટી મામલતદાર શ્રી ચાર્મી રાવલ, નાયબ પોલીસ અધિક્ષક શ્રી પંચાલ, ટાઉન પીઆઇ શ્રી ઝાલા, માર્ગ મકાન વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી જીગર પટેલ, પોલીસ વિભાગ તેમજ સંબંધિત વિભાગના અધિકારી – કર્મચારીશ્રીઓની ટીમ ઉપસ્થિત રહી હતી.
Leave a Reply