Latest News Gujarati: મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલનો નાગરિકોને યાતાયાત માટે વધુ સુવિધાયુક્ત માર્ગો આપવાનો લોકહિતકારી અભિગમ.
મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો આણંદ-કરમસદ-સોજીત્રા રોડ ૧૩૨ કરોડના ખર્ચે ફોરલેન થશે.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના અવિરત વિકાસની ધોરીનસ સમાન રોડ-ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ઉત્તરોત્તર વધુ સુદ્રઢ બનાવવા સાથે અંતરિયાળ આદિજાતિ વિસ્તારોને પણ લોકમાંગણી મુજબની રોડ કનેક્ટિવિટી મળે તેવો જનહિતકારી અભિગમ અપનાવ્યો છે.
મુખ્યમંત્રીશ્રીએ મધ્ય ગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતા આણંદ, કરમસદ, સોજીત્રા તારાપુર રોડને પણ ૧૦ મીટર પહોળાઈથી વધારીને ચારમાર્ગીય કરવા માટે ૧૩૨ કરોડ રૂપિયા ફાળવ્યા છે.
Latest News Gujarati: ફોરલેન કરવા સાથોસાથ સ્ટ્રક્ચર વર્ક, પ્રોટેક્શન વોલ અને રોડ ફર્નિચર તથા અન્ય કામગીરી માટે પણ આ રકમ ઉપયોગમાં લેવાશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના આ નિર્ણયને પરિણામે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના વાહનવ્યવહાર, તારાપુર, પેટલાદ, સોજીત્રા તાલુકાના નાગરિકો, આણંદ જી.આઈ.ડી.સી.ના વાહનવ્યવહાર તેમજ વલ્લભ વિદ્યાનગર ખાતે અભ્યાસ માટે આવતા-જતા વિદ્યાર્થીઓને વ્યાપક લાભ મળશે.
Leave a Reply