જ્ઞાનોત્સવ 3.0 નો વધુ એક દિવસ લંબાવાયો

ચારૂતર વિદ્યા મંડળ યુનિવર્સિટી આયોજિત જ્ઞાનોત્સવ 3.0 નો વધુ એક દિવસ લંબાવાયો

વિજ્ઞાન અને પ્રજ્ઞાનના સંયોગ સાથે શાળાના તથા કોલેજોના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનોત્સવ એક પ્રેરણાદાયી કાર્યક્રમ સાબિત થયો છે. આ કાર્યક્રમમાં વિદ્યાર્થી સહિત આણંદ તેમજ આસપાસના વિસ્તારોના લગભગ 50,000 થી પણ વધુ મુલાકાતીઓ આવ્યા હતા.

પ્રજાજનોના આ હકારાત્મક પ્રતિસાદના પરિણામે જ્ઞાનોત્સવ વધુ એક દિવસ એટલે કે 4 ફેબ્રુઆરી, 2025 ના દિવસે પણ ખુલ્લો રહેશે.
આ જ્ઞાનોત્સવ ઇવેન્ટમાં હેલ્થ ઝોન, VR મોડલ, ભારતીય ટુરિઝમ સ્પોર્ટ્સના ડમી મોડેલ્સ, અને ટેકનોલોજી આધારિત વિવધ પ્રોજેક્ટ્સ પ્રસ્તુત કરવામાં આવ્યા છે.

NVPAS કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા એટમોસ્ફેરિક વોટર જનરેટર અને સ્માર્ટ સ્ટ્રીટલાઈટ જેવા નવીન પ્રોજેક્ટસ રજૂ કરવામાં આવ્યા છે, જ્યારે સાઇકોલોજી ડિપાર્ટમેન્ટે વિવિધ થેરાપી અને એક્ટિવિટીઝ દ્વારા મુલાકાતીઓનો માનસિક તણાવ ઘટાડવાનો પ્રયાસ કર્યો છે. સમગ્ર ઇવેન્ટમાં વિજ્ઞાન, ટેકનોલોજી અને આરોગ્ય ક્ષેત્રે નવીનતા તેમજ જાગૃતિ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. આ જ્ઞાનોત્સવમાં ઓન ધ સ્પોટ સ્કેચ, માટીના વાસણો બનાવવા, ગંદા પાણીનો નિકાલ અને એનો ફરીથી વપરાશ આધારિત મોડલ, બ્લોક પ્રિન્ટિંગ, અંગ્રેજી ભાષાની રમતો, ગૃહ ઉદ્યોગ આધારિત સૌંદર્ય પ્રસાધનો જેવા કે હર્બલ શેમ્પૂ, ફેસવોશ, હેર ઓઈલ, બોડી ઓઈલ; વૈજ્ઞાનિક સિધ્ધાંતો આધારિત મોડલ્સ, વોઇસ કંટ્રોલ ડ્રોન, વગેરેનું પ્રદર્શન રાખવામાં આવ્યું છે જે સમાજને વિવિધ રીતે ઉપયોગી નીવડશે.

આ મોડલ્સ પૈકી ‘સી.વી.એમ.યુ. હોસ્પિટલ’ નામનું ડમી મોડલ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ મોડલ દ્વારા હોસ્પિટલમાં હાઈજીન જાળવવા માટે કયા ખાસ પગલાં લેવા જોઈએ તથાં રિસેપ્શનથી ઓપરેશન થિયેટર સુધીની સફાઈની કડક વ્યવસ્થા કેવી રીતે રાખવી જોઈએ એ વિશે સમજાવવામાં આવ્યું છે.

મેડિકલ વેસ્ટને નિયમિત ડિસ્પોઝ કરવા માટે અદ્યતન ટેક્નોલોજીનો ઉપયોગ અને રોગીઓ અને કર્મચારીઓ માટે સ્વચ્છતાનાં નિયમોનું સખત પાલન અનિવાર્ય છે તે પણ સમજાવવામાં આવ્યુ છે.

આ ઉપરાંત, આ ઈવેન્ટમાં ફેશન ડિઝાઇનિંગ માટેનો એક સ્ટોલ રાખવામાં આવ્યો છે જેની વિશેષતા એ છે કે અહી મુલાકાતીઓ ડિઝાઇનને પોતાની રીતે કસ્ટમાઈઝ કરાવી શકે છે અને પોતાની સર્જનાત્મકતા વિકસાવી શકે છે.

આ સાથે ટેરેસ એંડ કિચન ગાર્ડનિંગ માટે ‘સ્માર્ટ પ્લાન્ટ મોનીટર’ અને ‘હાયડ્રોપોનીક્સ’ નામના મોડલ્સ રાખવામાં આવ્યા છે. જે આધુનિક સમયની જીવન વ્યવસ્થાઓને અનુરૂપ છે. આ ઇવેન્ટની જ્ઞાનથી ભરપૂર યાત્રા કર્યા પછી મુલાકાતીઓ ફૂડ ઝોનમાં પીરસાતી વિવિધ વાનગીઓનો પણ લ્હાવો લે છે.

આ કાર્યક્રમના અંતે દરરોજ કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સ્કિલ્સનાં પરફોર્મન્સ રજૂ કરવામાં આવે છે.

Similar Posts

  • Karamsad News: Illegal Encroachment will be Evicted in 15-Day.

    Karamsad News is once again highlighting a serious civic matter, as the Anand Municipal Corporation (AMC) has launched a strict action against illegal encroachment on Talavadi land. According to officials, several unauthorized structures were built on TP-10 Final Plot No. 51, which legally belongs to the Municipal Corporation. What triggered the action? The Estate Department…

  • Rojgar Bharti Mela cancelled.

    Rojgar Bharti Mela રદ. વલ્લભ વિદ્યાનગરમાં યોજાનાર રોજગાર ભરતી મેળો રદ : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે. તા. ૨૪ મી જાન્યુઆરીના રોજ વલ્લભ વિદ્યાનગર ખાતે યોજાનાર રોજગાર ભરતી મેળો રદ કરવામાં આવ્યો. આણંદ, બુધવાર :: જિલ્લા રોજગાર કચેરી, આણંદ દ્વારા તા.૨૪ મી જાન્યુઆરી, શુક્રવારના રોજ નલિની અરવિંદ એન્ડ ટી વી પટેલ આર્ટસ કોલેજ, નાના બજાર, વલ્લભ…

  • Press Conference.

    સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત NRG સેન્ટર આણંદ દ્વારા તારીખ 24 જાન્યુઆરી 2025 ના રોજ સાંજે ચાર કલાકે NRG MEET નુ આયોજન કરેલ છે તો આપ શ્રી જરૂરથી પધારશો તેવી અપેક્ષા સહ. આપ પત્રકારશ્રીને ભાવપૂર્વક નિમંત્રણ છે..પધારો. સ્થળ : ચંચળબા ઓડીટોરીયમપ્રેસ કોન્ફરન્સ ૩ઃ૪૫ ક્લાકે રાખેલ છે. સંપર્ક : ડૉ. આશવ પટેલ 9879790705 1

  • Latest Gujarati News: 76th Republic Day Celebration in Anand.

    Latest Gujarati News: 76th Republic Day | 76માં પ્રજાસત્તાક પર્વ: આણંદમાં રાષ્ટ્રધ્વજ સલામી સાથે ઉત્સાહભર્યા કાર્યક્રમો. Latest Gujarati News: 76th Republic Day – આણંદ જિલ્લા ખાતે 76મો પ્રજાસત્તાક પર્વ: આંકલાવમાં ઉત્સવમય ઉજવણી આણંદ જિલ્લામાં 76મો પ્રજાસત્તાક પર્વ આંકલાવ તાલુકાના સરદાર પટેલ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે અનોખા ઉત્સાહ અને રાષ્ટ્રભક્તિના ભાવ સાથે ઉજવાયો. જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરીએ…

  • |

    શું AI ખરેખર આધાર અને બેંકની માહિતી ઍક્સેસ કરી શકે?

    શું AI ખરેખર આધાર અને બેંકની માહિતી ઍક્સેસ કરી શકે? જો તમે સોશિયલ મીડિયા અથવા કેટલાક સમાચાર વાંચ્યા હોય તો તમને એવું લાગી શકે કે હવે AI તમારા આધાર કાર્ડ, બેંક એકાઉન્ટ અને અન્ય વ્યક્તિગત માહિતી પર સીધી નજર રાખી શકે છે. પરંતુ હકીકત એટલી સરળ નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ઝડપથી વધુ વ્યક્તિગત બની રહ્યું…

  • |

    Work Visa-Top 10 Easiest Countries in 2025: Start Here.

    Work visa: Thinking of moving abroad for a job? Getting a work visa can feel like a big challenge, but some countries make it super easy. A recent study by Remitly shows which nations are the best for skilled workers looking to relocate. Let’s dive into the easiest countries for work visas and see what…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *