“ટીબી મુક્ત અભિયાન” અંતર્ગત આણંદ જિલ્લાના ૧,૯૭,૪૧૧ જેટલા નાગરિકો સ્ક્રીનીંગ કરાયા
આણંદ , મંગળવાર:
જિલ્લામાં “જન-જનનું રાખો ધ્યાન, ટીબી મુક્ત અભિયાન” અંતર્ગત ૧૦૦ દિવસ ટીબી કેમ્પેઈન અંતર્ગત ૨૪- માર્ચ ૨૦૨૫ સુધી કામગીરી કરવામાં આવનાર છે.
જે અંતર્ગત આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ટીબ મુક્ત અભિયાન અંતર્ગત ડિસેમ્બર અંતિતમાં ૧,૯૭,૪૧૧ જેટલા વ્યક્તિના સ્ક્રીનીંગ કરવામાં આવેલ છે, ૯૭૮૧ જેટલા વ્યક્તિના એક્સ-રે કરવામાં આવ્યા જેમાંથી ૧૪૪ વ્યક્તિઓ એક્સ-રે પોઝીટીવ આવેલ છે.આ ઉપરાંત ૩૬૯૦ જેટલા ગળફાની માઈક્રોસ્કોપી કરવામાં આવી છે જેમાંથી ૭૦ વ્યક્તિમાં ટીબી પોઝીટીવ મળેલ છે.વધુમાં ૫૭૦ વ્યક્તિના ટ્રુનાટ મશીન દ્વારા તપાસ કરાઈ હતી, જેમાંથી ૩૪ વ્યક્તિના સેમ્પલ પોઝીટીવ આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા પાંચ વર્ષમાં જેને ટીબી થયો હોય, ટીબીના દર્દીઓ સાથે સંપર્કમાં આવનાર, ધુમ્રપાન કરનાર વ્યક્તિ, ડાયાબીટીસના દર્દી, ૬૦ વર્ષ કે તેથી વધુ ઉંમરના વ્યક્તિઓ, કુપોષિત આ તમામ વ્યક્તિઓએ નજીકના સરકારી દવાખાને એક્સ-રે અને ગળફાની તપાસ કરાવવી જોઈએ તેમજ ટીબીના લક્ષણો જેવા કે “બે અઠવાડિયા કે વધુ સમય સુધીની ઉધરસ, તાવ, ભુખ ન લાગવી, વજનમાં ઘટાડો થવો, રાત્રે પરસેવો થવો, ગળફામાં લોહી આવવું, છાતીમાં દુખાવો થવો શરીરમાં નબળાઈ કે થાક લાગવો” જેવા લક્ષણો જણાય તો તુરંત જ નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર કે આરોગ્ય કર્મચારીનો સંપર્ક કરવા જિલ્લા ક્ષય અધિકારી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.
Fedra Accident: 4 Travelers Electrocuted, Child and Woman - Bharat Shakti News
[…] Next News […]