Education Reality Check : બાળકોને શિક્ષણ ન મળવાનું વાસ્તવિક દૃશ્ય.
Education Reality Checkબેટી બચાવો બેટી પઢાઓ નું સૂત્ર અહીંયા પોકળ સાબિત થઈ રહ્યું છે.
જે નાની દીકરીઓને હાલ ભણતર અને ઘડતર ની જરૂર છે તે દીકરી ઓ રાજા રણછોડ ના મુખ્ય દરવાજા ની બહાર કચરો વાળતી તેમજ ચપ્પલો ગોઠવતી કેમેરામાં નજરે પડે છે.
ડાકોરના ઠાકોરના દર્શનાર્થે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓની સાથે મોટા મોટા રાજનેતાઓ પદા અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અહીંયા થી જ મંદિર માં પ્રવેશ કરતા હોય છે. પરંતુ આ નાની દીકરી ઓ જે કામ કરી રહી છે તે બાજુ જોવા કોઈપણ નેતા કે અધિકારી તૈયાર નથી.
સુપ્રસિદ્ધિ યાત્રાધામ ડાકોરમાં રણછોડજી મંદિરના મુખ્ય દરવાજાની બહાર જ દર પૂનમે કાળઝાળ ગરમીમાં પણ આ નાની બાળકીઓ કચરો વાળતી તેમજ ચંપલ્લો ગોઠવતી કેમેરામાં થઈ કેદ!
સૌ ભણે સૌ આગળ વધે નું સૂત્ર અહીંયા લાગુ પડતું નથી શું આ ગરીબ મા બાપની આ દીકરીઓને સરકાર ભણવાનો અધિકાર આપવાશે. તે તો હવે સમય જ બતાવશે !
Leave a Reply