80મા સ્વાતંત્ર્ય પર્વની ઉમરેઠમાં ઉજવણી, સુશીલ ક્રિશ્વિયનનું સન્માન
આણંદ, શનિવાર: 80મા સ્વાતંત્ર્ય પર્વની આણંદ જિલ્લાકક્ષાની ઉજવણી ઉમરેઠ ખાતે હર્ષોલ્લાસ અને દેશભક્તિના માહોલમાં યોજાઈ હતી. આ પ્રસંગે વિવિધ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમ દરમિયાન આણંદ જિલ્લા માહિતી કચેરીના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી સુશીલ એમ. ક્રિશ્વિયનનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-2026 દરમિયાન મદદનીશ નોડલ અધિકારી તરીકે બજાવેલી ફરજ તેમજ સરકારી યોજનાઓના પ્રચાર-પ્રસાર અને મીડિયા તથા જિલ્લા વહીવટીતંત્ર સાથેના શ્રેષ્ઠ સંકલન બદલ મંત્રીશ્રી સંજયસિંહ મહીડાના હસ્તે તેમને પ્રશસ્તિપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
ચૂંટણી પ્રક્રિયાના પ્રચાર-પ્રસારની કામગીરી બદલ સન્માન
શ્રી સુશીલ ક્રિશ્વિયન દ્વારા કરમસદ-આણંદ મહાનગરપાલિકા, જિલ્લાની વિવિધ નગરપાલિકાઓ તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતોની સામાન્ય તથા પેટા ચૂંટણીઓ સંદર્ભે ચૂંટણીલક્ષી પ્રચાર-પ્રસારની કામગીરી કરવામાં આવી હતી.
આ કામગીરીમાં મહત્વપૂર્ણ ચૂંટણીલક્ષી બેઠકો, મતદાર જાગૃતિ અભિયાન (SVEEP), મતદાન પ્રક્રિયા અને મતગણતરી સહિતની બાબતોના પ્રચાર-પ્રસારનું સુચારૂ સંચાલન કરવામાં આવ્યું હતું.
ઉમરેઠ વિધાનસભા પેટા ચૂંટણી-2026 દરમિયાન મદદનીશ નોડલ અધિકારી તરીકેની ફરજ દરમિયાન કરવામાં આવેલી કામગીરીની પણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નોંધ લેવામાં આવી હતી.
સરકારી યોજનાઓના પ્રચાર-પ્રસારની કામગીરી
આ ઉપરાંત, સરકારશ્રીની પ્રજાલક્ષી અને કલ્યાણકારી યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચે તે માટે આણંદ જિલ્લા માહિતી કચેરીના માધ્યમથી સઘન પ્રચાર-પ્રસારની કામગીરી કરવામાં આવી હતી.
સરકારી યોજનાઓ અંગેની માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા તથા મીડિયા અને જિલ્લા વહીવટી તંત્ર વચ્ચે સંકલન જાળવવા બદલ શ્રી સુશીલ ક્રિશ્વિયનની કામગીરીની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા નોંધ લેવામાં આવી હતી.
આ ઉત્કૃષ્ટ કામગીરી બદલ તેમને સન્માનપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.
ઉમરેઠમાં યોજાયેલા કાર્યક્રમમાં આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત
આણંદ જિલ્લાકક્ષાના 80મા સ્વાતંત્ર્ય પર્વના આ કાર્યક્રમમાં સાંસદ શ્રી મિતેશભાઈ પટેલ, ઉમરેઠના ધારાસભ્ય શ્રી હર્ષદભાઈ પરમાર, જિલ્લા કલેકટર શ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતી, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા અગ્રણી શ્રી સંજયભાઈ પટેલ, શ્રી લાલસિંહ વડોદિયા, નાયબ વન સંરક્ષક શ્રી સુરેશ મીણા, નિવાસી અધિક કલેકટર શ્રી રાહુલ ગમારા સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ, પદાધિકારીઓ, મહાનુભાવો તેમજ મોટી સંખ્યામાં નગરજનો હાજર રહ્યા હતા.












Leave a Reply