Republic Day

Republic Day Celebration Plans: A Grand Event Awaits!

Republic Day.

Republic Day: જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને પ્રજાસત્તાક પર્વની ઉજવણીના આયોજન અંગે બેઠક યોજાઈ.

આણંદ,શનિવાર: ૨૬ જાન્યુઆરી, પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી આંકલાવ ખાતે સરદાર પટેલ સ્પોર્ટસ એસોશિએશન ગ્રાઉન્ડ ખાતે કરાશે.

જિલ્લા કલેક્ટરશ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને આગામી ૨૬મી જાન્યુઆરી રાષ્ટ્રીય પર્વની જિલ્લાકક્ષાની ઉજવણીના આયોજન અંગે સર્કીટ હાઉસ, આણંદ ખાતે બેઠક યોજાઈ હતી.

જિલ્લા કલેકટરશ્રીએ રાષ્ટ્રીય પર્વની ઉજવણી ગૌરવપૂર્ણ રીતે થાય તે માટે સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સુચનો અને માર્ગદર્શન આપ્યું હતું.

જિલ્લાકક્ષાના ધ્વજવંદન સમારોહમાં સુરક્ષા જવાનોની પ્લાટુનની પરેડ યોજવાની સાથે વિવિધ વિભાગોના ટેબ્લો, સાંસ્કૃતિક કાર્યક્રમ તેમજ વિવિધ ક્ષેત્રોમાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મયોગીઓને પ્રમાણપત્ર આપી મહાનુભાવોના હસ્તે સન્માનિત કરવામાં આવશે.

આ ઉપરાંત સરકારી કચેરીઓને રોશનીથી શણગારવાનું આયોજન (on Republic Day.) સાથે દેશભક્તિના ગીતો સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો તથા તિરંગા યાત્રા જેવા કાર્યક્રમ હાથ ધરાશે.

આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ગૌરવ જસાણી, નિવાસી અધિક કલેક્ટરશ્રી આર.એસ. દેસાઈ સહિત વિવિધ કચેરીઓના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Leave A Comment

All fields marked with an asterisk (*) are required

Enable Notifications OK No thanks