School Safety Week આણંદ, મંગળવાર. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સતા મંડળ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકોને વાલીઓમાં વિવિધ આપત્તિઓ તેમજ આપત્તિ વ્યવસ્થાપન અંગેની સમજ અને જાગૃતિ કેળવાય તે હેતુથી શાળા સલામતી કાર્યક્રમ અમલી બનાવેલ છે.
જે અંતર્ગત આણંદના જિલ્લા પ્રોજેક્ટ અધિકારી શ્રી ડો. એન્જેલા ગામડિયા ના માર્ગદર્શન હેઠળ તા. ૨૫ જાન્યુઆરી સુધી જિલ્લાની તમામ સરકારી પ્રાથમિક શાળાઓમાં School Safety Week ની ઉજવણી કરવામાં આવી રહી છે.

જે અંતર્ગત રામનગર પ્રાથમિક શાળા, અલારસા, ભીમ તળાવ, અરડી પ્રાથમિક શાળા, પ્રાથમિક શાળા બાલિન્ટા, ભંડેરજ, ઓડ કુમારશાળા અને કન્યાશાળા, આણંદ નગરપાલિકાની શાળા નં – ૦૭, શ્રી આર એ પટેલ પ્રાથમિક સ્કૂલ, ફીણાવ શાળાઓમાં ફાયર બ્રિગેડના આપદા મિત્ર દ્વારા આગ, અકસ્માત, ભૂકંપ, પૂર વગેરેની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી.
જેમાં ફાયર સર્વિસ ડેમો માટે આણંદની કુમાર શાળા, ઓડ કન્યાશાળા, ખંભાત તાલુકાની ખરોડી પ્રાથમિક શાળા અને વાઘેલા પ્રાથમિક શાળા, ઉમરેઠ નગરપાલિકાના બેચરી પ્રાથમિક શાળા માં ફાયર બ્રિગેડ તરફથી નિદર્શન કરવામાં આવ્યું હતુ.
આ ઉપરાંત ૧૦૮ ની સેવાઓનું નિદર્શન માટે તારાપુર તાલુકાની બુધેલ પ્રાથમિક શાળા અને નાના બાજીપુરા પ્રાથમિક શાળા,પેટલાદની આશી પ્રાથમિક શાળા, સોજિત્રા તાલુકાની ભડકદ પ્રાથમિક શાળા,બોરસદની બાદલપુર પ્રાથમિક શાળા, ખંભાતની દહેડા પ્રાથમિક શાળા, આણંદની સુંદન પ્રાથમિક શાળા,આંકલાવની કન્યા શાળામાં ૧૦૮ સર્વિસની સેવાઓનું નિદર્શન કરવામાં આવ્યું હતુ.
Leave a Reply